Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પટ્રોલ પંપ ડીલર્સ એશોસિએશન દ્વારા 29મી સપ્ટેમ્બરનું “No Purchase” નું એલાન પાછુ ખેચવામાં આવ્યું

  • September 29, 2020 

ડુપ્લીકેટ બાયો ડીઝલનું વેચાણનું ગેરકાયદે વેચાણ થાય છે. તેને કારણે રાજ્યને, પર્યાવરણને તથા પટ્રોલ પંપ ડીલર્સો ને ખુબજ નુકશાન વેઠવું પડે છે. ગેરકાયદે ડુપ્લીકેટ બાયોડીઝલનો ધંધો અનેક ગણો વધી ગયો છે. એક બાજુ પ્રદૂષણ ઘટાડવા માટે ઓઇલ કંપની યુરો-6 ડીઝલ નું વેચાણ કરે છે. જેની સામે ઝેરી ધુમાડો ઓકતા કેમિકલ્સના બેરોકટોક સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. આવા ભેળસેળ યુક્ત બાયો ડીઝલને કારણે લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય રહ્યું છે. ઉપરાંત સરકારની આવકમાં પણ અબજો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે તેમ છતાં તંત્ર દ્વારા કડડ કાર્યવાહી હાથ ધરવામાં ના આવતા ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશન દ્વારા 23મી સપ્ટેમ્બર નારોજ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને રજૂઆત કરી હતી અને કોઈ પગલાં  ભરવામાં આવ્યા ન હોય 29મી સપ્ટેમ્બરના રોજ “નો પરચેઝ” નું એલાન કરવામાં આવ્યું હતું,

 

ગેરકાયદે બાયોડીઝલને અટકાવવા માટે સરકાર તરફથી કડક સુચના દરેક જીલ્લામાં આપવામાં આવી

જોકે, ડુપ્લીકેટ બાયો ડીઝલનું વેચાણ અટકાવવા માટે ફેડરેશનની રજૂઆતને ધ્યાનમાં લઇ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 28મી એ એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહપ્રધાન શ્રી.પ્રદીપસિંહ જાડેજા, સિવિલ સપ્લાય વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, નાણાખાતું ચીફસેક્રેટરી ડીજીપી (પોલીસ ખાતું) શ્રી આશિષ ભાટિયા, શ્રી કૈલાશ નાથન, શ્રી એમ.કે.દાશ સાહેબ, હોમ સેક્રેટરી, ફાયનાન્સ સેક્રેટરી, પુરવઠા સેક્રેટરી, વેટ ચીફ કમિશ્નર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

આ મીટીંગમાં ગેરકાયદે બાયોડીઝલને અટકાવવા માટે સરકાર તરફથી કડક તથા અરજન્ટ સુચના દરેક જીલ્લામાં મોકલી આપી હોવાનું જાણવા મળ્યું છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશનની રજૂઆત ને ધ્યાનમાં લેવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર વ્યક્ત કર્યો હતો. અને તા.29મી સપ્ટેમ્બર નું “No Purchase” નું એલાન પાછુ ખેચવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application